Indian cricketers  playing video games 



 ૧૬ ડિસેમ્બરથી ચેન્નઈમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની છેલ્લી ટેસ્ટ રમાશે. આ માટે ભારતીય ટીમ અત્યારે ચેન્નઈમાં છે. શહેરમાં વર્દ વાવાઝોડાને કારણે થયેલા નુકશાન અને ખરાબ હવામાનને જોતા ભારતીય ટીમ પ્રેકટીસ નથી કરી શકી. તો સવાલ એ છે કે ફાજલ સમયમાં ભારતીય ટીમ શું કરી રહી છે. ભારતીય ટીમ ટાઈમપાસ કરવા માટે ફીફાની વિડીયો - ગેમ રમી રહી છે. રાજય સરકારે પાવર સપ્લાય તો ઘણા અંશે વ્યવસ્થિત કરી દીધી છે      ,       પરંતુ ઈન્ટરનેટ અને મોબાઈલ કનેકટીવીટીની સુવિધાઓ હજી સરખી રીતે ચાલુ નથી થઈ. પરિણામે ભારતીય ટીમ ફીફા ગેમની મજા માણી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટર એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં કેપ્ટન કોહલી      ,       ચેતેશ્વર પૂજારા      ,       કરૂણ નાયર અને લોકેશ રાહુલ વિડીયો ગેમ રમતા નજરે પડે છે. ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ૩-૦થી અજેય લીડ મેળવી ચૂકી છે.(૩૭.૪)


THANKS for visiting us & keep supporting Indian cricketers and LOOTLOVERS.BLOGSPOT.COM